ઉત્તર પ્રદેશ વિધાનસભામાં લવ જેહાદ અને ધર્માંતરણના વિરોધમાં મંગળવારે યુપી ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ (સુધારા) બિલ, ૨૦૨૪ પસાર થઈ ગયું છે. હવે રાજ્યમાં છેતરપિંડી અથવા બળપૂર્વક કરાયેલા ધર્માંતરણના કિસ્સામાં કાયદો વધુ કડક બન્યો છે. આ કાયદા હેઠળ દોષિતોને આજીવન કેદ સુધીની આકરી સજાની જોગવાઈ છે. ગેરકાયદે ધર્માંતરણની ગંભીર ઘટનાઓ રોકવા યોગી સરકારે કાયદાનો દાયરો અને સજાની જોગવાઈ વધારી છે. યોગી સરકારે ચોમાસુ સત્રના પહેલા જ દિવસે આ બલિ રજૂ કર્યું હતું.