કોહિનૂર સ્ક્વેરના રૃા.૪૫૦ કરોડના ગોટાળા સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) ના વડા રાજ ઠાકરેને ઇડી દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા. સવારના ૧૧.૩૦ થી લઇને ચાલેલી પૂછપરછ રાતના ૮:૧૫ વાગ્યે સુધી ચાલી હતી. જોકે આખો દિવસ ચાલેલી આ પૂછપરછમાં ઇડીએ તેમને શું પ્રશ્નો પૂછયા એ વિશેે જાણવા માગતી મીડિયા સાથે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું.રાજ ઠાકરેને ઇડીએ પૂછપરછ માટે બોલાવાતા મનસે સૈનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. રાજ ઠાકરેએ તેમને સંયમ જાળવવા કહ્યું હતું અને ઇડીની ઓફિસ સામે ભેગા ન થવા જણાવ્યું હતું. એમ છતાં કોઇ ધમાલ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસે સાવચેતીના પગલા લીધા હતા. ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને મનસેના ૨૦૦થી વધુ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને તાબામાં લેવાયા હતા.