કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્ડિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ) 2024 જાહેર કરવામા આવ્યો છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અને આઈઆઈટી ગાંધીનગર ફરી દેશની ટોપ 100 શિક્ષણ સંસ્થામાં સ્થાન પામ્યા છે. ગુજરાત યુનિ. ફરી એકવાર દેશના ટોપ 100 રેન્કમાં ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંનેમાં સ્થાન પામી છે.
જ્યારે આ વર્ષે પણ ઓવરઓલ કેટેગરી અને યુનિવર્સિટી કેટેગરી એમ બંને કેટેગરીમાં ગુજરાતની એક પણ ખાનગી યુનિ.ટોપ 100માં નથી. ગુજરાત યુનિ.સહિતની ઘણી શૈક્ષણિક સંસ્થાના વિવિધ કેટેગરીમાં સ્કોર વધવા છતાં પણ અરજીઓ વધવાને લીધે રેન્કિંગમાં પાછળ ફેંકાઈ છે. જેમાં ગુજરાત યુનિ. ઓવરઓલ કેટેગરીમાં 85માં રેન્કથી 94 અને યુનિ.કેટેગરીમાં 61થી 76માં રેન્ક પર પહોંચી ગઈ છે. પ્રથમવાર કોલેજ કેટેગરીમાં ગુજરાતની એક પણ કોલેજ દેશના ટોપ 100 રેન્કમાં આવી નથી.