શિક્ષણ મંત્રાલય અને અબુ ધાબીના શિક્ષણ અને જ્ઞાન વિભાગ (ADEK) એ ખાડી દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કેમ્પસ સ્થાપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત
દરમિયાન મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.