IIT, રુરકીના વૈજ્ઞાનિકોએ જાંબુની મદદથી સોંઘા અને કાર્યક્ષમ સોલર સેલ બનાવ્યા. તેમણે ડાઈ સેન્સિટાઈઝ્ડ સોલર સેલમાં વપરાતા ફોટોસેન્સિટાઈઝર માટે જાબુમાં રહેલા રંગદ્રવ્યોનો ઉપયોગ કર્યો. સંશોધનમાં જોડાયેલા વૈજ્ઞાનિક સૌમિત્ર સત્પથીએ કહ્યું કે કેમ્પસમાં રહેલા જાંબુના ઝાડ જોઈને વિચાર આવ્યો કે ઘેરા રંગના જાંબુનો ઉપયોગ સોલર સેલ બનાવવામાં થઈ શકે. આ સંશોધક માને છે કે કુદરતી રંગદ્રવ્યોના ઉપયોગથી સેલ સસ્તા બનશે.