IIT બોમ્બેમાં ઓપન-એર થિયેટરમાં નાટક દરમિયાન ભગવાન રામ અને દેવી સીતાનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સંસ્થાને કડક કાર્યવાહી કરતા વિદ્યાર્થીઓ પર 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. માર્ચમાં વિદ્યાર્થીએ રામાયણ પર આધારિત ‘રાહોવન’ નામના નાટકમાં ભાગ લીધો હતો. આ નાટક હિંદુ ધર્મની સાથે-સાથે રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે. IITએ અન્ય સાત વિદ્યાર્થીઓને પણ દંડ ફટકાર્યો છે.