IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરનારી Quacquarelli Symonds દ્વારા આજે 20મી આવૃતિમાં જાહેર કરાયેલા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં IIT બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં 149મું સ્થાન મેળવ્યું છે.
આ પ્રથમ વખત છે જ્યારે IIT બોમ્બેને આ રેન્કિંગમાં ટોચની 150 સંસ્થાઓની યાદીમાં સ્થાન મળ્યું છે અને તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા છે. ગયા વર્ષે જાહેર કરાયેલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT બોમ્બે 172મા સ્થાને રહી હતી. બીજી તરફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરનો 2016માં 147મું સ્થાન મળ્યુ હતું. Quacquarelli Symonds દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ IIT બોમ્બેનો વિવિધ પરિમાણોના આધારે 100 માંથી 51.7 માર્કસ મળ્યા છે. આ કારણે સંસ્થા ટોચની 150 સંસ્થાઓમાં સ્થાન પામી છે અને ગયા વર્ષની સરખામણીમાં 23 સ્થાન આગળ વધી છે.
..