કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) એ તાજેતરમાં મંત્રાલયના ઘણા અધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે, આ સંદર્ભમાં, IFS નિધિ તિવારી (Nidhi Tiwari)ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે નિધિ તિવારી 2014 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. DoPT દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, નિધિ તિવારી હાલમાં PMOમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે કાર્યરત હતી, પરંતુ હવે તે PMના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરશે.