ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનની સરકારે રાજ્યને રમખાણોથી મુક્તિ અપાવી દીધી છે.