ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ નવા કાયદા મુજબ દંડની રકમ અમલમાં ન મૂકતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે જો કોઇ રાજ્યો ટ્રાફિકના નવા કાયદાનો અમલ નહીં કરે તો તે માટે તે રાજ્ય જવાબદાર રહેશે.
માર્ગ વાહનવ્યવહાર પ્રધાન ગડકરીએ જણાવ્યું હતું કે જે રાજ્યો દંડની રકમનો અમલ કરવાનો ઇનકાર કરી રહ્યાં છે તેમના માટે નાણા કરતા જીવન વધારે મહત્ત્વનું નથી? લોકોના જીવન બચાવવા માટે દંડની રકમ વધારવામાં આવી છે.
ગડકરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકોમાં કાયદા અંગનો ડર હોવો જોઇએ. નિર્ભયા કેસ પછી બળાત્કાર ગુજારનારા માટે મૃત્યુ દંડની સજા શા માટે કરવામાં આવી? તો તેનો જવાબ એ છે કે લોકોમાં કાયદાનો ડર પેદા થાય.