જો તમે સોનાના દાગીના (Gold Jewellery) ખરીદવા જઇ રહ્યા છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. કારણ કે સરકાર સોનાના દાગીનાની ખરીદીના નિયમો બદલવાની તૈયારી કરી રહી છે. જેની જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉપર મોટી અસર પડી શકે છે. જોકે, ગ્રાહકોને આનાથી ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, ઉપભોક્તા બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે કહ્યું હતું કે, વાણિજ્ય મંત્રાલયે સોનાના દાગીના માટે બીઆઇએસ હૉલમાર્કિંગને ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને જાણ કર્યા પછી જ લાગુ કરવામાં આવશે.
હવે શું થશે? રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે વાણિજ્ય વિભાગે પહેલી ઓક્ટોબરે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેને લાગુ કરવા માટે પહેલા WTOના સંદર્ભમાં કેટલિક ટૅકનિકલ સમસ્યા છે. જેને વહેલીતકે ઉકેલવામાં આવશે.