વજન ઉતારવાની જાતજાતની રીતે વિશે આપણને જાણવા મળતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે હોરર ફિલ્મો જોવાને કારણે પણ તમારું વજન ઘટી શકે છે? જી હા, આ જે કંઈ લખ્યું એ ગપ્પાં નહીં, પરંતુ સાચી વાત છે, કારણ કે વિદેશની એક યુનિવર્સિટીએ એક સંશોધનમાં આ વાત રજૂ કરી છે કે રોજ એક હોરર ફિલ્મ જોનાર વ્યક્તિના શરીરમાં ઘણી કેલરી બર્ન થાય છે.
આંકડા તો ત્યાં સુધી કહે છે કે નેવું મિનિટની એક હોરર ફિલ્મ જોવાથી 113 કેલરી બર્ન થાય છે. આ કેલરી બર્ન કરવા માટે માણસે અડધો કલાક ચાલવું પડતું હોય, પરંતુ જેઓ ચાલવા આળસું છે તેમના માટે આ કીમિયો અજમાવવા જેવો છે.
સ્ટડી તો એમ પણ કહે છે કે માણસ જેટલી વધુ હોરર ફિલ્મો જોશે એટલી વધુ તેની કેલરી બર્ન થશે અને તેના વજનમાં ઘટાડો થશે. જોકે વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીએ આ સંશોધન કઈ રીતે કર્યું અને કયા કારણોસર હોરર ફિલ્મો જોવાથી અસર કરે છે એ વિશે વિસ્તૃતપણે નથી જણાવ્યું. કેટલાક લોકો એવો તર્ક લગાડે છે કે ભયને કારણે શરીરમાં કોઈક હાર્મોનલ ફેરફાર થતા હશે અને એ કારણે શરીરનું વજન ઘટતું હશે. જોકે ચોક્કસ કારણ વિશે તો આવું વિચિત્ર સંશોધન કરનાર યુનિવર્સિટી જ જણાવી શકશે.