મચ્છરો કરડવાથી થતા ચિકનગુનિયા લોકોના ‘હાડકા’ ભાંગી જાય છે અને ચિકનગુનિયાથી બચી તો જાય છે પણ અધમૂઆ જેવા થઇ જવાય છે.
આ સ્થિતિમાં, જો તમને ચિકનગુનિયા થયો હોય અને તેમાંથી ઝડપથી રિકવર થવું હોય આ પાંચ વસ્તુઓનો તમારા ખોરાકમાં સમાવેશ કરો અને ઝડપથી સાજા-નરવાં થાઓ.
ચિકનગુનિયાની કોઇ દવા નથી પણ તેના ચિન્હોની દવા છે. તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે યોગ્ય અને પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે.
સાઇટ્રસ ફ્રૂટ (Citrus fruits)
વિટામીન સી જેમાંથી મળે તેવા ફળો ખોરાકમાં લેવા જોઇએ. આ ફળોના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને પાચનશક્તિ સારી થશે. વિટામીન સી વાળા ફળો પચવામાં સરળ હોય છે.
નાળિયેર
ચિકનગુનિયામાંથી સાજા થવા માટે નાળિયેર ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પહેલા તો, શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. શરીરને ડિટોક્સ કરે છે. બીજું કે, શરીરમાં પાણીના પ્રમાણને જાળવી રાખે છે. લીવર માટે પણ નાળિયેર ખૂબ સારું રહે છે.
ઘરે બનાવેલી દાળ
ઘરે બનાવેલી દાળ શરીરને મજબૂત કરે છે અને તેમા પ્રોટિનનું પ્રમાણ વધારે હોય છે. ખાવામાં સરળ હોય છે. પચવામાં પણ સરળ રહે છે. સાદી પીળી દાળ શરીર માટે અકસીર સાબિત થાય છે.
સૂપ
સાદુ વેજિટેબલ ચીકન સૂપ તમારા શરીરને વિટામીન એ આપે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમા ક્રિમ ઉમેરશો નહીં કેમ કે, ચિકનગુનિયા થયો હોય ત્યારે તમારું શરીર નબળું હોય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડા વાળા શાકભાજી ચિકનગુનિયા સામે લડવામાં મદદ કરે છે. પચવામાં સરળ અને દર્દીઓ માટે રામબાણ ઇલાજ ગણાય છે.