વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જ્યારે તમે દેશની બહાર હોવ ત્યારે કેટલીક વખત કેટલીક બાબતો રાજનીતિ કરતા મોટી હોય છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચાલી રહેલી અમેરિકી મુલાકાતનો ઉલ્લેખ કરતાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે.
આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના સેન્ટા ક્લેરામાં ભારતીય-અમેરિકનોને સંબોધતા રાહુલે વડાપ્રધાન મોદીને "નમૂના" ગણાવ્યા હતા અને વિવિધ મોરચે તેમની સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધા બાદ કેપટાઉનમાં એક પ્રવાસી કાર્યક્રમમાં જયશંકરે રાહુલના સંદર્ભમાં કહ્યું હતું કે તેમણે તેમની વિદેશ મુલાકાતો દરમિયાન પોતાની વાત કરવી જોઈએ, રાજકારણ ન કરવું જોઈએ.