મોટર વ્હીકલ બિલ 2019 લોકસભા બાદ બુધવારના રોજ રાજ્યસભામાં પણ પાસ થયું. બિલમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. દંડની રકમ 10 ગણી વધારવામાં આવી છે. એટલે કે હવે બેજવાબદાર રીતે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા પર મોટો દંડ ચૂકવવો પડશે.
નોંધનીય છે કે, બુધવારે રાજ્યસભામાં મોટર વ્હીકલ સંશોધન બિલને ધ્વનીમતથી પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પર લાવવામાં આવેલ તમામ સંશોધનોને સદને ધ્વનીમતથી ફગાવ્યા હતા. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ સંસદને કહ્યું કે, સરકાર કોઇપણ રીતે માર્ગ અકસ્માત પર નિયંત્રણ લાવવા માગે છે.
હૅલ્મેટ નહીં પહેરો તો થશે રૂ.1000નો દંડ
દેશમાં સૌથી વધુ હેલ્મેટ ટૂ-વ્હીલર ચલાવવાનો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી હેલ્મેટ વગર ઝડપાવા પર 100 રૂપિયા દંડ ભરવો પડતો હતો પરંતુ હવે માર્ગ પર હેલ્મેટ વગર પકડવા પર સીધા જ 1000 રૂપિયા દંડ થશે.
દારૂ પીવું પડશે ભારે, હવે થશે 10,000નો દંડ
દારૂ પી ને ગાડી ચલાવવા પર ન્યૂનતમ દંડ 2000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો છે. રેશ ડ્રાઇવિંગ પર ફાઇન પણ 1000 રૂપિયાથી વધીને 5000 કરી દેવામાં આવ્યો છે. લાઇસેન્સ વગર દંડ પર 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. હાલ આ 500 રૂપિયા છે.
સીલ્ટ બેલ્ટ અને ઓવર સ્પીડ પર પણ વધ્યો દંડ
સીટ બેલ્ટ પહેર્યા વગર ચલાવવા પર 100 રૂપિયાની જગ્યાએ 1000 આપવો પડશે. આ ઉપરાંત નક્કી સીમાથી વધારે સ્પીડથી ચલાવવા પર 400ની જગ્યાએ 1000 થી 2000 રૂપિયા સુધીનો દંડ આપવો પડશે.
મોબાઇલ પર વાત કરવા પર 5000 દંડ
મોબાઇલ પર વાત કરતાં ડ્રાઇવિંગ કરવા પર 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. હાલ માત્ર 1000 જ છે.
સગીરની ભૂલ પર પેરેન્ટ્સ હશે જવાબદાર
જો કોઇ સગીર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે તો એના પેરેન્ટ્સને જવાબદાર ગણવામાં આવશે. પરિવારને બચાવવા માટે એવું સાબિત કરવું પડશે કે એમને એ માટેની જાણકારી નથી અતવા એમને આવું કરવા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. સગીર પર જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કેસ ચાલશે.