વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી. મોદીએ ભંડારા અને જલગાંવમાં ચૂંટણીસભાઓ સંબોધી. જ્યારે રાહુલે લાતૂર સહિત ત્રણ સ્થળે ચૂંટણી રેલી યોજી. મોદીએ જલગાંવની રેલીમાં વિપક્ષોને જમ્મુ-કાશ્મીર મામલે સીધો પડકાર ફેંક્યો. તેમને કહ્યું કે જો હિંમત હોય તો જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 ફરી લાવવાની જાહેરાત પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરીને દેખાડો.