Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ ખાતે મોરારિબાપુના સમર્થનમાં સાધુ સંતોની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન સ્વામિનારાયણની સંતો માફી માંગે તેવી માંગણી ઉઠી હતી. સ્વામિનારાયણ સંત તરફથી કલાકારો દારૂપીને ડાયરા કરે છે તેવા નિવેદન મામલે પણ માફી માંગવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્વામિનારાયણના સંતના વિરોધમાં હજી વધારે કલાકારો સામે આવે.

બેઠક દરમિયાન એવી માંગણી ઉઠી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાય આ મામલે જાહેરમાં લેખિતમાં માફી માંગે. આ મામલે અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અખાડાના અધ્યક્ષ તેમજ અખાડા પરિષદના કાર્યકારી પ્રવક્તા મહંત રાજેન્દ્ર દાસે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ કોઈ ભગવાન નથી. તેઓ માત્ર સેવક, સાધન અને સંત હતા. સ્વામિનારાયણ સંપ્રદાય નથી પરંતુ એક પંથ છે.

'નીલકંઠ ફક્ત શિવ જ છે'

'આ સંસારમાં ફક્ત ભગવાન શંકર જ આદી-અનાદી નીલકંઠ છે. મોરારિબાપુએ જે કહ્યું હતું તે સાચું હતું. તેના વિરોધમાં સ્વામિનારાયણ તરફથી જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે સમાજ અને ધર્મ માટે હાનિકારક છે તેના વિશે આ લોકો અજ્ઞાની છે. મોરારિબાપુએ કોઈ પણ જાતના ભેદભાવ કે ધર્મનો ભેદ કર્યા વગર દેશવિદેશમાં રામ-કૃષ્ણનો પ્રચાર કર્યો છે.'

'ફરજી સાધુઓ દારૂ પીને નવેદનો કરી રહ્યા છે'

'જે રીતે ફરજી અને બની બેઠેલા સાધુઓ પોતે દારૂ પીને કલાકારો વિશે નિવેદનો કરી રહ્યા છે તેને અમો વખોડી કાઢીએ છીએ. સાથે હું એ લોકોને કહું છું કે જ્યાં સુધી જાહેરમાં લેખિતમાં માફી નહીં માંગો ત્યાં સુધી અમે વિરોધ કરીશું. એ લોકો ભૂલી ગયા છે કે આ રામ અને કૃષ્ણની ભૂમિ છે. સહજાનંદ સ્વામી ભગવાન નહીં પરંતુ સેવક હતા. તેમનું કામ રામ અને કૃષ્ણનો પ્રચાર કરવાનું હતું, જે તેમણે સારી રીતે કર્યું હતું.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ