મદ્યપાન કરવા માટે લઘુત્તમ વય ૨૫થી ઘટાડીને ૨૧ વર્ષ કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં દિલ્હી હાઇકોર્ટમાં કરવામાં આવેલી એક જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન આપ સરકાર દ્વારા બચાવ કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે
જો વ્યક્તિ ૧૮ વર્ષે મતદાન કરી શકતી હોય તો જે લોકોની વય ૧૮ વર્ષ કરતાં વધારે છે તેમણે મદ્યપાન ન કરવા દેવું જોઇએ તેમ સૂચવનાર એકદંડિયા મહેલમાં રહેેતો હોય તેમ ગણી શકાય.વ્યક્તિને મદ્યપાન કરવાની પરવાનગી આપવામાં આવી એટલે તેને દારૂ પીને બેફામ ડ્રાઇવિંગ કરવાની પરવાનગી આપવામાં આવી તેવો તેનો અર્થ થતો નથી. દારૂ પીને ડ્રાઇવ કરવા સામે કાયદા છે અને તેનો અમલ થાય છે તેમ એડવોકેટ મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસ ડી.એન. પટેલ અને જસ્ટિસ જ્યોતિસિંહની બનેલી બેન્ચને જણાવ્યું હતું.