દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. કારણ કે આ સમયગાળો વનરાજો માટે પ્રજનનકાળનો સમય હોય છે. આ સમયગાળો પૂર્ણ થતાં 16 ઓક્ટોબરના રોજ વનવિભાગ દ્વારા લીલી ઝંડી આપી સિંહદર્શન ફરી ખુલ્લું મુકવામાં આવશે. જેથી દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે.