ભારતે ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ભાગલા પાડી દીધા હતા. ભારત-પાકિસ્તાનના આ યુદ્ધને આજે ૫૦ વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે સૈન્ય પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં યુદ્ધ થશે તો દેશના ત્રણેય સૈન્ય દુશ્મનોના ૧૯૭૧ જેવા જ હાલ-હવાલ કરી નાંખશે. ૩જી ડિસેમ્બરે ૧૯૭૧ના દિવસે જ ભારતીય સૈન્યે પાકિસ્તાન સામે વિજય મેળવ્યો હતો.
જનરલ નરવાણેએ જણાવ્યું હતું કે, આપણા ત્રણેય સૈન્યે સાથે મળીને ૧૯૭૧માં અભૂતપૂર્વ વિજય મેળળ્યો હતો. આપણે એક સાથે હતા અને સંપૂર્ણ તાલમેલથી આપણે લડયા હતા. તેથી આપણે અસાધારણ વિજય મેળવ્યો હતો. ભવિષ્યમાં પણ યુદ્ધ થાય તો દેશના ત્રણેય સૈન્ય સાથે મળીને આ જ સફળતાનું પુનરાવર્તન કરવા સક્ષમ છે.