ગામ્બિયામાં કફ-સિરપથી ૬૬ બાળકોનાં મોતના મુદ્દે ભારતીય કંપની મેડન ફાર્માસ્યુટિકલની દવાઓ પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ સવાલ ઉઠાવ્યા છે તેવા સમયે હવે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ડબલ્યુએચઓની કામીગીરી સામે પ્રશ્નો ઊભા કર્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસીજર (એસઓપી) મુજબ કોઈ દેશની દવાના સબસ્ટાન્ડર્ડ હોવા અંગે ડબલ્યુએચઓ કોઈપણ માર્ગદર્શિકા અથવા એડવાઈઝરી જાહેર થાય તો સ્વાસ્થ્ય સંગઠનની જવાબદારી છે કે તે દવાના લેબલનો ફોટો સંબંધિત દેશની નિયામક સંસ્થાને મોકલે. પરંતુ આ કિસ્સામાં ૬ દિવસ પસાર થઈ જવા છતાં ડબલ્યુએચઓએ ડીસીજીઆઈને દવાઓના પેકેજિંગના લેબલના ફોટો મોકલ્યા નથી અને દવાઓની બેચની માહિતી પણ નથી અપાઈ.