કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વોટર કમિશન (CWC) દ્વારા વિકસિત 'ફ્લડવોચ ઈન્ડિયા' મોબાઈલ એપ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારા દ્વારા પૂરની આપત્તિજનક પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં દેશમાં પૂરની સ્થિતિ સંબંધિત માહિતી આપવાની સાથે પૂરની સ્થિતિમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલા મોબાઈલમાં એલાર્મ પણ વાગશે. આ સાથે 7 દિવસ સુધીમાં પૂરનું પૂર્વાનુમાન અંગેની જાણકારી પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરવામાં આવશે