તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરાયો તેની કેટલીક જોગવાઇઓનો અમલ હાલ પુરતા અટકાવ્યો હતો, જ્યારે અન્ય કેસમાં રાષ્ટ્રપતિ માટે બિલોને મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરી હતી. આ ચુકાદાઓથી ભડકેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદા ઘડવાના હોય તો પછી વિધાનસભા અને સંસદને તાળા મારી દેવા જોઇએ