લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) નો મોટો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અમિત શાહે ભાજપ (BJP) ને 400+ બેઠકો મળશે તે વિશે કહ્યું છે.તેમણે આ દરમિયાન વિપક્ષના દાવાઓને પણ ફગાવી દીધા છે. વળી દેશના બંધારણ (Constitution) ને ભાજપ બદલી દેશે તેવા વિપક્ષના આરોપ પર પણ અમિત શાહે (Amit Shah) વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ પાસે છેલ્લા એક દાયકાથી બંધારણમાં ફેરફાર કરવાનો જનાદેશ હતો પરંતુ તેણે આવું ક્યારેય કર્યું નથી. ANI સાથેની મુલાકાતમાં શાહે કહ્યું કે 400થી વધુ બેઠકો મેળવવાનો પક્ષનો ઉદ્દેશ્ય દેશના રાજકીય માહોલમાં સ્થિરતા લાવવાનો છે.