Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

Mumbai (SportsMirror.in) : જેની તમામ ક્રિકેટ (Cricket) પ્રેમીઓમાં આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે IPL (Indian Premier League) 2020 ની શરૂઆત 29 માર્ચથી થવાના સમાચાર આવી રહ્યા છે. આઇપીએલની ટીમના જ એક અધિકારીએ જણાવ્યું કે 29 માર્ચથી IPL (Indian Premier League) 2020ની શરૂઆત થઇ શકે છે. પણ જો આવું થશે તો લીગની મોટા ભાગની ટીમોને શરૂઆતના ભાગમાં નુકસાન ભોગવવું પડી શકે છે.

જો 29 માર્ચથી IPL 2020 ની શરૂઆત થશે તો શું નુકસાન થશે

29 માર્ચના દિવસે IPL 2020 શરૂ થશે તો વિદેશી ખેલાડીઓ લીગની શરૂઆતની 3 થી 5 મેચ ગુમાવી શકે છે. જેમ કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 29 માર્ચના રોજ ટી20 મેચ રમાશે. તો 31 માર્ચના રોજ શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ રહેશે. આમ આઇપીએલ 2020 જો 29 માર્ચના રોજ શરૂ થશે તો ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓ આઇપીએલમાં શરૂઆતની 3 થી 5 મેચ નહીં રમી શકે. તમને જણાવી દઇએ કે આઇપીએલમાં ક્રિકેટ ચાહકોનું વધુ પડતું આકર્ષણ વિદેશી ખેલાડીમાં રહેલું હોય છે. દિલ્હી કેપિટલ્સના એક અધિકારીએ જણાવ્યું આઇપીએલ 2020ને 29 માર્ચના રોજ શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.

લીગની શરૂઆત મુંબઇથી થશે

IPL 2020ની શરૂઆત મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં થશે. કારણ કે મુંબઇ ઇન્ડિયન્સ ગત સિઝનની ચેમ્પિયન ટીમ છે. જેથી લીગની શરૂઆત મુંબઇથી થશે. એક ખાનગી ટીવી રીપોર્ટ પ્રમાણે આઇપીએલ 2020ની ફાઇનલ મેચ ગુજરાતના અમદાવાદમાં બની રહેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ હાલ તૈયાર થવામાં પુર્ણતાને આરે છે. જો મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ 2020ની ફાઇનલ મેચ રમાય તો ભારતીય ક્રિકેટ બોર્ડને સૌથી મોટો ફાયદો થઇ શકે છે. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1,10,000 ની છે. આ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ યોજવાની માંગ જોરશોરથી થઇ રહી છે. જોકે આ અંગે હજુ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી કોઇ પણ પ્રતિક્રિયા નથી મળી પણ આ મુદ્રા પર વિચાર કરી રહી છે.

અન્ય એક અધિકારીએ આ પહેલા 1 એપ્રિલથી લીગની શરૂઆત થવાની વાત કરી હતી

જોકે આ પહેલા લીગની એક ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે IPL ની ગવર્નિંગ કાઉન્સિલ ફરી જુના ફોર્મેટ પ્રમાણે ડબલ હેડરનું આયોજન કરશે અને 1 એપ્રિલથી લીગની શરૂઆત થશે. ગવર્નિંગ કાઉન્સિલ આ સિઝનમાં વધુમાં વધુ ડબલ હેડર કરાવવાના પક્ષમાં છે કારણ કે, તેનું માનવું છે કે, આનાથી દર્શકોને સારો વ્યૂઈંગ ટાઈમ મળશે. અધિકારીએ કહ્યું કે, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝ 29 માર્ચના રોજ પૂરી થશે. બીજી તરફ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ ટેક્નિકલ રીતે 31 માર્ચે ખતમ થશે. આવામાં 4 ટીમોના મોટા પ્લેયર્સ શરૂઆતી મેચોમાં ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ શકે તે અઘરું છે. જોકે હજુ સુધી આઈપીએલ 2020 ક્યારથી શરૂ થશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ