લોકડાઉનના નિયમોનું પાલન ન કરતાં પુરુષોને અંકુશમાં રાખવા માટે નવા વાડજની એક સોસાયટીએ ગજબની તરકીબ અજમાવી છે. અહીં લોકડાઉનના નિયમ તોડીને બહાર નીકળતા શખ્સોની પત્નીઓ સામે ગુનો નોંધવામાં આવશે. સોસાયટીમાં લગાવેલી નોટિસમાં ઉલ્લેખ છે કે, ઘરે પત્નીઓના ત્રાસથી પતિઓ સોસાયટીમાં આંટા મારવા નીકળી પડે છે. માટે જ, માત્ર લટાર મારવા નીકળી પડતાં આવા પતિઓ જ નહીં તેમની પત્નીઓને પણ દોષિત માનીને પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવશે.
નવા વાડજમાં ગણેશ સ્કૂલ પાસે આવેલા કલ્પતરુ એપાર્ટમેન્ટમાં લગભગ 200 ફ્લેટ્સ છે. હાલમાં જ સોસાયટીના ચેરમેને દરેક બ્લોકમાં નોટિસ લગાવીને સભ્યોને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી. જો કે, 20 એપ્રિલે મૂકાયેલી આ નોટિસ થોડા જ સમયમાં આ વિસ્તારમાં ચર્ચાનું કારણ બની હતી. નોટિસમાં લખ્યું હતું, “અભિષેક એપાર્ટમેન્ટમાં કોરોના વાયરસનો એક કેસ નોંધાયો છે. આ વાયરસ ઝડપથી ફેલાતો હોવાથી દરેક વ્યક્તિ ઘરમાં જ રહે તે જરૂરી છે.”
કલ્પતરુ એપાર્ટમેન્ટના રહેવાસીઓને અગમચેતીના પગલાં લેવાની તાકીદ નોટિસમાં કરવામાં આવી હતી. ઉપરાંત નોટિસમાં લખ્યું હતું, “પત્નીઓના ત્રાસથી કેટલાક લોકો પોતાના ઘરની બહાર નીકળીને એકઠા થાય છે. તેમજ કારણ વિના સોસાયટીમાં આંટા મારીને અન્યોનો જીવ પણ જોખમમાં મૂકે છે. લોકડાઉનના નિયમો તોડતા આવા લોકોના CCTV ફૂટેજ પોલીસને આપીશું. સાથે જ પોલીસને વિનંતી કરીશું કે માત્ર નિયમો તોડતાં આ શખ્સો જ નહીં તેમની પત્નીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે કારણકે ઘરના ત્રાસથી મુક્ત થવા તેઓ (પુરુષો) બહાર નીકળે છે.”