મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે સરકાર તમામ સંસાધન ઉપલબ્ધ હોવા છતાં અર્થતંત્ર પર ધ્યાન આપી શકતી નથી, એવામાં સરકારમાં બિરાજમાન લોકોથી પર્યાવરણ સંભાળવાની આશા કેવી રીતે રાખી શકાય? જણાવી દઈએ કે સોમવારે હાઈકોર્ટે આ ટિપ્પણી મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે કાપવામાં આવી રહેલા 2600 વૃક્ષોને કાપતાં બચાવવાના સંબંધમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી.