કૃષિ કાયદાના વિરોધમાં વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની સરહદોએ કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી હતી. ચુકાદાના એક દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે સોમવારે યોજાયેલી સુનાવણીમાં જણાવ્યું હતું કે, સરકાર આ સમસ્યા અને કાયદાની ગૂંચવણનો ઉકેલ લાવવા માગે છે કે નહીં? ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ બોપન્ના અને જસ્ટિસ રામ સુબ્રમણ્યમની બેન્ચ દ્વારા સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમે લાલઘૂમ થતાં જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળી શકી જ નથી. અમે સરકારથી નિરાશ છીએ. સરકારે અમને જણાવ્યું હતું કે, અમે ચર્ચા કરી રહ્યા છીએ પણ કેવી ચર્ચા ચાલી રહી છે? કોર્ટે સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે, આ મુદ્દે ઉકેલ લાવવો જરૂરી છે.