દેશભરમાં આજથી સિનિયર સિટિઝન્સને કોરોના વેક્સીન લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યુ છે કે, વેક્સીન લગાવ્યાના 4 કે 10 દિવસ બાદ જો કોઈનુ મોત થાય તો તે માટે રસીને જવાબદાર માનવામાં ના આવે.
તેમના મતે જાણકારોએ એ વાતની ચકાસણી કરી છે કે, કોરોના વેક્સીન લગાવ્યા બાદ હજી સુધી એક પણ મોત થયુ નથી. રસી મુકાવ્યા બાદ હાથ પર સોજો આવવો કે તાવ આવવાના લક્ષણો પણ બહુ ઓછા લોકોમાં દેખાયા છે. વેક્સીન મુકાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની ટકાવારી 0.0004 ટકા છે. જે ના બરાબર કહી શકાય.