અમેરીકાની મલ્ટીનેશન કંપની પેપ્સીકોએ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ૯ જેટલા ખેડૂતો સામે રૂ.૧ કરોડની નુક્સાનીનો દાવો કર્યો છે. ત્યારે ખેડૂતો સામે કરવામાં આવેલ કેસનો મુદ્દો હવે દેશભરમાં ચગ્યો છે. દેશભરના ખેડૂતો કંપની સામે રોષે ભરાયા છે અને સરકાર સમક્ષ માંગ ઉઠાવી છે કે અમેરીકન કંપની ઉપર દબાણ ઉભુ કરવામાં આવે અને ખેડૂતો ઉપર કરવામાં આવેલા ખોટા કેસ પરત ખેંચવામાં આવે ભારતીય કિસાન સંઘ,ગુજરાત રાજ્ય સીડ્સ એસો. સહિત અનેક સંસ્થાઓએ પેપ્સીકો કંપની દ્વારા ખેડૂતોને થતી હેરાનગતી અટકાવવા માટે રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ કરોડો રૂપિયાના ખેડૂતો ઉપર દાવા થતાં લોકો દ્વારા પણ પેપ્સીકો કંપનીની તમામ પ્રોડક્ટસના બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે. રાષ્ટ્રીય કિસાન પરીષદે ઈસ્ટ ઈન્ડિયા કંપની જેમ કામ કરતી પેપ્સીકોની તમામ પ્રોડક્ટના બહિષ્કારની અને ગામે ગામ હોળી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.