AAPના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પૂછ્યું છે કે શું સુરક્ષામાં ખામીઓ પર ચર્ચા કરવાની વિપક્ષની માંગ ગેરકાનૂની છે? જો સંસદ સુરક્ષિત નથી, તો શું દેશ સુરક્ષિત છે? આ એક મોટો પ્રશ્ન છે. ગૃહને વિશ્વાસમાં લેવું જોઈએ અને મતદાન કરવું જોઈએ. ચર્ચા થવી જોઈએ, આ અમારી માંગણી છે. આ પક્ષીય રાજકારણની વાત નથી, સરકારે આ માંગણી સ્વીકારવી જોઈએ. સરકાર પાસે જવાબ માંગવો એ રાજકારણ નથી, જો અમે સરકાર પાસે જવાબ નહીં માંગીએ તો , તો પછી કોની પાસેથી પૂછીશું ?