૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અમરેલી બેઠક પરથી જીતીને પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા બન્યા હતા. હવે દેશમાં ૨૦૧૯ની લોકસભાની ચુંટણી ચાલી રહી છે અને જેમાં ગુજરાતમાં 26 બેઠકો માટેનું મતદાન પૂરું થઇ ગયું છે. સૌની નજર અમરેલી લોકસભા બેઠક પર છે કેમ કે ત્યાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ચુંટણી લડી રહ્યા છે.
ધાનાણીઆ લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક જીતી જશે તેઓ કોંગ્રેસનો પાક્કો વિશ્વાસ હોય તે દેખાઇ આવી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ હાલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં વ્યસ્ત હતા, પરંતુ હવે ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને તેઓ ફરી ગુજરાતની રાજનીતિમાં સક્રીય થશે. સૂત્રો અનુસાર, રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા બાદ એક પછી એક ધારાસભ્યો સાથે બેઠક કરશે અને નેતા વિપક્ષના પદ માટે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે અને 23 મે બાદ વિધાનસભા નેતા વિપક્ષ કોણ બનશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવશે. પરંતુ કેટલાક સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પરેશ ધાનાણી જીતે તો શૈલેશ પરમાર, વીરજી ઠુમ્મર કે અશ્વિન કોટવાલ વિરોધ પક્ષના નેતા બને તેવી પૂરી શકયતા છે.