ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નાગરિકોની થતી હત્યાને સમર્થન આપતું રહ્યું અને સરહદ વટાવી તો તેના પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક થશે.
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે બે વર્ષ પહેલા પૂંચ પર હુમલો થયો તો ભારતે પહેલી વખત સર્જિકલ સ્ટ્રાઇક કરીને બતાવી દીધું હતું કે ભારતની સરહદ સાથે જરા પણ છેડછાડ કરવામાં આવી તો શું થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પહેલી વખત ભારત પોતાની સરહદની સુરક્ષા માટે કેટલું સભાન છે તે સાબિત કર્યુ.