આર્ટિકલ 370 રદ્ કરવાના સરકારના નિર્ણયને પડકારતી આઠ અરજી સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધી હતી. 370 રદ્ કરવા બાબતે થયેલી અરજીઓની સુનાવણી કરવા સુપ્રીમે સહમતિ દર્શાવી હતી. જોકે, નવેસરથી એક પણ પીઆઈએલ એ મુદ્દે સ્વીકારવામાં આવશે નહીં એવું પણ સ્પષ્ટ કર્યું હતું.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, સીતારામ યેચૂરી અને વાયકો વગેરેની જમ્મુ-કાશ્મીરની અરજીઓની સુનાવણી હાથ ધરાઈ હતી. ગુલામ નબી આઝાદની અરજીના સંદર્ભમાં સુપ્રીમે આઝાદને કાશ્મીરના છ જિલ્લામાં જવાની પરવાનગી આપી હતી. જોકે, સુપ્રીમે તાકીદ કરી હતી કે ત્યાં જઈને લોકો સાથે જ મુલાકાત કરવાની રહેશે. રાજકીય રેલીઓ સંબોધવાની નથી.