રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ચેતવણી આપીને કહ્યુ કે રશિયા સેના સાથે નાટો સૈનિકોની ટક્કર થઈ તો વૈશ્વિક વિનાશ થશે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં એક પત્રકાર પરિષદને સંબોધીને પુતિને કહ્યુ, 'રશિયન સૈન્ય સાથે સીધો સંપર્ક અથવા સૈનિકો સાથે નાટોનો સીધો મુકાબલો ખૂબ જ ખતરનાક પગલુ હશે. જે વૈશ્વિક વિનાશ તરફ દોરી શકે છે.