લોક જનશક્તિ પાર્ટીમાં (એલપીજી)માં ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ચિરાગ પાસવાને બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન ચિરાગ પાસવાને કહ્યું કે લડાઇ લાંબી ચાલશે. મારી પાર્ટી તોડવાનો પ્રયત્ન હંમેશા કરવામાં આવ્યો છે. કેટલાક સમયથી મારી તબિયત સારી ન હતી. જે ઘટનાક્રમ બન્યો તે મારા માટે મુશ્કેલ થઇ રહ્યો છે. બધાયે જોયું કે 8 ઓક્ટોબરે મારા પિતાજીનું નિધન થયું હતું. આ પછી તરત ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય થયો, મારા માટે મુશ્કેલ સમય હતો. તે એક મહિના 35 દિવસનો સમય. વિચારવાનો સમય જ મળ્યો ન હતો. ચૂંટણીમાં એલજીપીને મોટી જીત મળી. 25 લાખ વોટ એલજેપીને મળ્યા અને જનતાનું ઘણું સમર્થન મળ્યું. અમે સિદ્ધાંતો સાથે સમજુતી કરી નથી.