બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના એક નિવેદનને લઈ ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. તેમણે પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન દરમિયાન કૂચબિહાર ખાતે જે હિંસા થઈ તેને લઈ આ નિવેદન આપ્યું હતું. દિલીપ ઘોષે કહ્યું હતું કે, જો શરારતી છોકરાઓ માનશે નહીં અને કાયદો પોતાના હાથમાં લેશે તો આગામી તબક્કાના મતદાન દરમિયાન પણ કૂચબિહાર જેવી ઘટના બની શકે છે.
હકીકતે 10 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળની 44 બેઠકો માટે મતદાન થયું હતું. તે દિવસે કૂચબિહારના સિતાલકુચી ખાતે હિંસા ભડકી ઉઠી હતી. ત્યાર બાદ કેન્દ્રીય દળોએ ગોળીબાર કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ દિલીપ ઘોષનું નિવેદન સામે આવ્યું છે.