મોદી સરકારના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે કહ્યુ હતુ કે, જો લાલુ પ્રસાદ યાદવની પાર્ટી ચૂંટણી જીતી તો બિહારમાં કાશ્મીરથી આવેલા આતંકવાદીઓ આશ્રય લેશે.બીજી તરફ વિપક્ષોએ આ નિવેદન બદલ મંત્રી પર માછલા ધોવાનુ શરુ કર્યુ છે.
ભાજપે જોકે નિત્યાનંદ રાયના નિવેદનનો બચાવ કર્યો છે.ભાજપના બિહાર પ્રભારી ભુપેન્દ્ર યાદવે કહ્યુ હતુ કે, ભાજપ આતંકવાદ સામે આકરી લડાઈ લડી રહી છે.નિત્યાનંદ રાયની ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે.તેમણે આ નિવેદન રાષ્ટ્રિય સુરક્ષાના સંદર્ભમાં આપ્યુ છે.
રાયે મંગળવારે એક સભામાં કહ્યુ હતુ કે, બિહારમાં જો આરજેડીની સરકાર બનશે તો કાશ્મીરમાં થઈ રહેલા આતંકીઓના સફાયાના કારણે આતંકીઓ ભાગીને બિહારમાં આશરો લેવા માટે આવશે.