અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથગ્રહણ પહેલાં ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરવા ઈઝરાયેલને મંજૂરી આપી હોવાનો ટ્રમ્પના સલાહકારો દાવો કરી રહ્યા છે અને અમેરિકાએ ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મુક્યો છે. આવા સમયે ઈરાને ટ્રમ્પને તેમના અગાઉના કાર્યકાળમાં અપનાવાયેલી દબાણની નીતિ બદલવા અને ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો યુદ્ધની અસર આખી દુનિયા પર થશે તેવી ચેતવણી આપી છે.