જગતકાજી બની રહેલા અમેરિકાએ ભારતને રશિયા સાથે સંરક્ષણ સોદો કરવાને મુદ્દે આકરા આર્થિક પ્રતિબંધો લાદવાની ચેતવણી આપી છે. ભારત અબજો ડોલરના ખર્ચે રશિયા પાસેથી એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે ત્યારે જ અમેરિકા દ્વારા આ ધમકી ઉચ્ચારાઈ છે. અમેરિકાએ જણાવ્યું છે કે, એસ-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ જેવા અત્યાધુનિક લશ્કરી સરંજામની ખરીદીને મોટો આર્થિક વ્યવહાર મનાશે, જે ભારત પર આકરા અમેરિકી પ્રતિબંધ લાવી શકે છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરિઝ થ્રૂ સેન્ક્શન એક્ટ(સીએએટીએસએ)નું ઉલ્લંઘન કરતી વ્યક્તિ, વિદેશી કંપનીઓ અને દેશો પર આકરા પ્રતિબંધ લાદવાનો માર્ગ તૈયાર કરતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે.