રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ હતું કે હિન્દુ અને ભારત બન્ને અલગ ન થઇ શકે. ભારતે જો ભારત રહેવું હોય તો ભારતે હિન્દૂ રહેવુ પડશે. જ્યારે હિન્દુએ હિન્દુ રહેવું હોય તો ભારતે અખંડ બનવું જ પડશે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગવતે આ નિવેદન આપ્યું હતું.
તેમણે કહ્યું કે આ હિન્દુસ્તાન છે અને અહીં પરંપરાથી હિન્દુ લોકો રહે છે. ભારતની બધી બાબતો ભારતની ભૂમિ સાથે જોડાયેલી છે. સંયોગથી નહીં. સંઘ પ્રમુખે કહ્યું કે હિન્દુ વગર ભારત નથી અને ભારત વગર હિન્દુ નથી. ભારત ટૂટયું, પાકિસ્તાન થયું કેમ કે આપણે એ ભુલી ગયા કે આપણે હિન્દુ છીએ. ત્યાંના મુસ્લિમો પણ આ વાતને ભુલી ગયા.