પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાન સાથે છ દાયકા જૂનો સિંધુ કરાર રદ કર્યાના બીજા દિવસે ગુરુવારે પાકિસ્તાને પણ શિમલા કરાર રદ કર્યો છે. પાકિસ્તાને કહ્યું, સિંધુ કરાર રદ કરવો એ યુદ્ધની ઘોષણા કરવા સમાન છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે પાકિસ્તાન કોઈપણ હુમલાનો જવાબ આપવા સક્ષમ છે. તેમણે કુલભૂષણ જાધવ સમાન વધુ એક ભારતીય એજન્ટને પકડયો હોવાનો દાવો કર્યો હતો.