મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ હાલ ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓએ આ મુલાકાત દરમિયાન નેહરુ, કાશ્મીર, પાકિસ્તાન, કટ્ટરવાદી ઝાકિર નાઇક સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીર તે ભારતનો ઘરેલુ મામલો છે, અમે આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાની તરફેણ કરીએ છીએ. જ્યારે ૩૭૦ હટાવાઇ ત્યારે મલેશિયાના તત્કાલીન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે ભારતની ટીકા કરી હતી. જ્યારે હવે વર્તમાન વડાપ્રધાને આ મુદ્દો છંછેડવાનું ટાળ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે કાશ્મીરના નિર્ણયો લેવા ભારત સ્વતંત્ર છે, આ તેનો આંતરીક મામલો છે.