રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર મહારાષ્ટ્રમાં હંગામો મચ્યો છે. ગર્વનર કોશ્યારીએ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે જો ગુજરાતી અને રાજસ્થાની ચાલ્યા જાય તો મુંબઈમાં પૈસા જ બચશે નહીં અને મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાશે નહીં. કોશ્યારીએ મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનીય ચોકનું નામ રાખવાના પ્રસંગે એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે આ વાત કહી હતી. રાજ્યપાલ કોશ્યારીના નિવેદન પર વિપક્ષ અને સામાન્ય નાગરિકોએ કહ્યું કે ગર્વનરે રાજ્યનું અપમાન કર્યું છે.