નવા રચાયેલા વિપક્ષી જૂથ આઈ.એન.ડી.આઈ.એ (ઇંડીયા)માં રાષ્ટ્રવ્યાપી પ્રસાર ધરાવતા પક્ષ કોંગ્રેસ જ છે, તે સર્વવિદિત છે. તમામ વિપક્ષી દળોમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. તેમ છતાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે '૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી જો વિપક્ષી દળોની સરકાર આવશે, તો પણ વડાપ્રધાન પદ માટે તેને રસ નથી.' તે સંદર્ભે પોતાના ત્વરિત પ્રતિભાવો આપતા તૃણમૂલ કોંગ્રેસના નેતા શતાબ્દી રોયે કહ્યું હતું કે તે સંયોગોમાં વડાપ્રધાન પદ માટે 'દીદી' (મમતા બેનર્જી) સૌથી વધુ યોગ્ય વ્યક્તિ છે.