કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાઈલટે કહ્યું કે ગત વર્ષે જયપુરમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ ન લઈને તત્કાલીન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશોની અવગણના કરનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહીમાં વધારે પડતો વિલંબ કરાઇ રહ્યો છે. જો રાજ્યમાં દર 5 વર્ષે સરકાર બદલવાની પરંપરા રોકવી હોય તો રાજસ્થાનમાં કોંગ્રેસ સંબંધિત મામલે જલદી જ નિર્ણયો કરવા પડશે. કેમ કે અનુશાસન અને પાર્ટીના વલણનું અનુપાલન તમામ માટે સમાન છે, ભલે પછી તે વ્યક્તિ મોટી હોય કે નાની.