ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે આવતા મહિને યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપ બહુમત મેળવશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે. તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2022માં વિજય રુપાણીની જગ્યાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર ધારાસભ્ય બન્યા છે.