કોલકાતાની હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાને લઇને પશ્ચિમ બંગાળનું રાજકારણ હાલ ચર્ચામાં આવ્યું છે. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. ભાજપે બંગાળ બંધનું એલાન કર્યું અને ટીએમસી પર આરોપો લગાવ્યા જેના જવાબમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખુલ્લી ચેતવણી આપી છે. મમતાએ કહ્યું છે કે યાદ રાખજો જો બંગાળ સળગ્યું તો આસામ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને દિલ્હી પણ ચુપ નહીં રહે. સાથે જ મમતાએ સીબીઆઇની તપાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ઘટનાને આટલા દિવસો વીતી ગયા, ન્યાય ક્યાં છે?