ત્રણ વિવાદિત કૃષિ કાયદાની જોગવાઈઓને જો દેશનાં તમામ ખેડૂતો સારી રીતે સમજે તો આખો દેશ ભડકે બળે તેમ કેરળનાં વાયનાડમાં પોતાનાં સંસદીય મતવિસ્તારની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. કેન્દ્રની ભાજપ સરકાર સામે તીખા તેવર દર્શાવીને રાહુલે પ્રહારો કર્યા હતા કે હકીકત એ છે કે દેશનાં મોટાભાગનાં ખેડૂતો હજી સુધી ત્રણ કૃષિ કાયદાની જોગવાઈઓને પૂરેપૂરી રીતે સમજી શક્યા નથી. જો તેઓ કાયદાને સારી રીતે સમજે તો આખા દેશમાં આંદોલન કરે અને આખા દેશમાં તેની આગ ફેલાય. કાલપેટ્ટા ખાતે તેમણે ત્રણેય કાયદા રદ કરવાની ફરીથી માગણી કરી હતી.