શેર બ્રોકરેજ કંપનીઓ ક્લાયન્ટ્સના સરપલ્સ નાણાંનો ઉપયોગ અન્ય ટ્રેડ્સ માટે નહીં કરી શકે. સેબીએ કરેલી જાહેરાત મુજબ ૧ જુલાઈથી શેરબ્રોકરો ગ્રાહકોના ફાજલ નાણાંનો વપરાશ અન્ય ટ્રેડર્સ માટે નહીં કરી શકે. બ્રોકરો ગ્રાહકોના નાણાંનો ઉપયોગ કઈ રીતે કરે છે એનું મોનિટરિંગ કરવા માટે શેરબજારો મિકેનિઝમનો અમલ કરશે. બ્રોકરોએ દર સપ્તાહે ક્લાયન્ટ્સ ફંડની વિગતો શેરબજારોને સબમિટ કરવી પડશે આ નિયમનો અમલ થવાથી બ્રોકરો ક્લાયન્ટ્સના નાણાંનો દુરુપયોગ નહીં કરી શકે. ક્લાયન્ટ્સના જે ફાજલ નાણાં હોય છે એનો ઉપયોગ કેટલાક બ્રોકરો અન્યોને વ્યાજે આપવા માટે કરે છે, કેટલાક બ્રોકરો આ નાણાં પ્રોપાયટરી ટ્રેડ માટે વાપરે છે. બ્રોકરો માટે આ વગર વ્યાજનું ફન્ડિંગ છે કારણ કે ક્લાયન્ટ્સના જે નાણા એમની પાસે હોય છે એના પર વ્યાજ ચૂકવવાનું નથી હોતું. બધા જ ક્લાયન્ટ્સ દરેક ટ્રેડ પછી વધારાના નાણા પાછા નથી લઈ લેતા. સેબીનું માનવું છે કે અત્યારે બ્રોકરો ક્લાયન્ટ્સના ફાજલ નાણાં અન્ય ટ્રેડ્સ માટે વાપરે છે એ રિસ્કી છે. આ નિયમનનો અમલ થવાથઈ બ્રોકરોના કેશ ફ્લોને અસર થશે.